અજવાળું પથરાઈ ગયું છે,ચાંદની પહેલા આવીશ ને? બીજ રોપી દીધું છે,પાણી પાવવા આવીશ ને કોઈને યાદ કરતા સુઈ ગયો છું,મને જગાડવા આવીશ ને? ગ્રીષ્મ પુરી થઈ ગઈ છે,વર્ષા ને લઈને આવીશ ને? પેલો પીપળો સુકાઈ ગયો છે,એમાં પ્રાણ પુરવા આવીશ ને? લજામણી શરમાઈ ગઈ છે,મને નહીં પણ એને મનાવવા તો આવીશ ને? શ્વાસ તો લઈ લીધો છે,એમાંનો ઓક્સીજન બનીને આવીશ ને મારી પાસે કંઈ નહીં હોય, ત્યારે પણ તું આવીશ ને? કંઇક ખાલીપા જેવું લાગે છે, પૂરો કરવા આવીશ ને? કવિતા બની ગઈ છે, "શીર્ષક" બનીને આવીશ ને? દેવમ દેવમ સંઘવી "તત્ત્વમ્"