એક મિત્ર એવો હોવો જોઈએ

જીવન માં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ જેને તમારા
સુખ અને દુઃખની,
હરખ અને શોકની,
સફળતા અને નિષ્ફળતાની,
વાદની ને વિવાદની,
સત અને જુઠની,
જખમ અને મલમની,
રહસ્યની,સમસ્યાની,ચાહનાની
ભાવનાની,વેદનાની,સપનાની,
કર્મો ની ને કારનામાની,
ગમતા ને અણગમતાની
ચિત્ત ની ને ચરિત્રની
સંબંધની ને પ્રેમની,
મિત્ર અને શત્રુની
રગ રગ ને કણ કણની
નખશિખ ખબર હોય.

-દેવમ સંઘવી "તત્ત્વમ્"

Leave a comment