અમારે તો ગળથુથી માં જ સંસ્કાર અપાય છે એવું ખાલી કહેવાય છે અહીંયા તો માતાજી ઘરે ને માઁ ઘરડા ઘેર રખાય છે અમારું જીવન તો બહુ ખુશહાલ છે એવું ખાલી કહેવાય છે અહીંયા તો હસવા માટે પણ પૈસા ભરાય છે અમારે તો સાત જન્મો નો સાથ છે એવું ખાલી કહેવાય છે અહીંયા તો લગ્ન ના દિવસે પણ છેડા છુટ્ટા થાય છે અમારે તો શરાબ ને અધર્મ ગણાય છે એવું ખાલી કહેવાય છે અહીંયા તો "પ્રસંગે પીવાય" કહી રોજ પ્રસંગ મનાય છે અમારે તો આટલા લાખ નો બંગલો છે એવું ખાલી કહેવાય છે અહીંયા તો લોન ના હફતા પણ માંડ માંડ ભરાય છે માણસ માં માનસ છે કે એ પણ ખાલી કેહવાય છે? દેવમ સંઘવી "તત્ત્વમ્"