ક્યારેય ફૂલો ને પૂછ્યું કે આ મહેકાટ ક્યાંથી લાવ્યું? ક્યારેય વાદળ ને પૂછ્યું કે આ પાણી ક્યાંથી લાવ્યું? ક્યારેય સોના ને પૂછ્યું કે આ ચમકાટ ક્યાંથી લાવ્યું? ક્યારેય ભમરા ને પૂછ્યું કે આ ભમરાટ ક્યાંથી લાવ્યો? ક્યારેય રાજા ને પૂછ્યું કે આ રજવાડું ક્યાંથી લાવ્યો? ક્યારેય સૂરજ ને પૂછ્યું કે આ અજવાળું ક્યાંથી લાવ્યો? તો મુજ ઘાયલ ને કેમ પૂછે છે કે આ "ઘા" ક્યાંથી લાવ્યો દેવમ સંઘવી "તત્ત્વમ્ "