રોજ સવારે ઘટના એમાં અવતરણ માં આવે લોકો એને ઉદગાર કરીને પાનું એક લઈ ફેરવે વાંચી જેનું દિલ દ્રવે એ પ્રશ્નાર્થ લઈને ફરે કોણ જવાબદાર એનું ,એ વાત મનમાં કળે કોઇક ફરિયાદ કરે ને કોઈમાં વિગ્રહરેખા રહે જે મામલો જાત-પાત નો એમાં ઉભરો ચઢે નાના માંથી મોટો કૌંસ સડસડાટ એ બને થોડા દિવસ વીતે ને પૂર્ણવિરામ માં ભળે આમ જ ઘટનાઓ ને અલ્પવિરામો ચઢે આમ જ ઘટનાઓ ને અલ્પવિરામો ચઢે દેવમ સંઘવી "તત્ત્વમ્"