જગન્નાથ જોવા આવે છે

દિલને શુદ્ધ ઘરને સ્વચ્છ રાખજો
જગન્નાથ જોવા આવે છે

દુશ્મની થી દુર દોસ્તી ને પાસ રાખજો
જગન્નાથ જોવા આવે છે

તન નો છોડી મન નો શણગાર રાખજો
જગન્નાથ જોવા આવે છે

રંગભેદ વિનાની એક રંગોળી રાખજો
જગન્નાથ જોવા આવે છે

ભક્તિભાવ તોરણ થી પણ ઊંચે રાખજો
જગન્નાથ જોવા આવે છે

ઈચ્છા ની જોળી ફેલાવી રાખજો
જગન્નાથ ભરવા આવે છે

મન ભરીને માણી લેજો
કારણકે,
જગન્નાથ એક જ વાર આવે છે.

દેવમ સંઘવી "તત્ત્વમ્"

Leave a comment