તું

તું મને મળે તો મારી આંખો તને જોઈને "ગળે" છે
તું ના મળે તો મારી આંખો તને જોવા "કળે" છે
ને તું કોઈ બીજાને મળે ત્યારે મારી આંખો "બળે" છે
તને યાદ કરતાં જ તું દિલ માં "સળવળે" છે
ને હું સામે આવું ત્યારે તારી આંખો કંઈક "ઢળે" છે
તને યાદ કરવાની ખુશી મારા દિલ ના "તળે" છે અને
ખુદા પાસે માંગેલી મારી બધી જ કામના "ફળે" છે
પણ તારા કેસ માં આ દિલ થોડું ઓછું "રળે" છે
આપડું મળવાનું  કેમ દર વખતે "ટળે" છે?

Leave a comment