તું ખુશ રહે બસ એ જ સાર છે, આપણો મેળ થાય કે ના થાય. મનમાં છે એ કહી દઉં એટલી જ વાર છે, તારી "હા" થાય કે ના થાય. મારે તો Blue tick નો ઇંતજાર છે, Reply થાય કે ના થાય. આંખો મેળવવા નો પ્રયાસ વારંવાર છે, વાત થાય કે ના થાય. મારે તો કલમ થી બોલાવવાનો કરાર છે, જીભ થી થાય કે ના થાય. -દેવમ સંઘવી "તત્ત્વમ્"