ના કર

તારા માટે થઈ ખોલ્યા છે દ્વાર
આમ ડેલીએ ઉભી ટકોર ના કર

ચાંદનીમાં ચમકતી રોજ દેખાતી તું
આમ અમાસે અંધારું ઘોર ના કર

આંખ માં આંખ પરોવતી'તી જ્યારે
કેમ કહું કે તુજ માં તરબોળ ના કર

અરે દોડતી ભેટવા મને આવતી'તી તું
આમ પડદા ઉઘાડીને ભોર ના કર

આપતી વેળાએ માપી નહોતી મેં
આમ લાગણીઓ ને તું તોળ ના કર

માંગ્યું'તું તે એ સઘળું આપ્યું તને
હવે માંગણીઓ નું જોર ના કર

દૂર છે બહુ કઈ રીતે કહું?
કે યાદોના કાંટાળા થોર ના કર

-દેવમ સંઘવી "તત્ત્વમ્"

Leave a comment