તું બહુ અઘરો સવાલ છે કોઈના માટે પ્રેમ નો તો કોઈના માટે વ્હેમ નો કોઈના માટે લાગણીઓનો તો કોઈના માટે માંગણીઓનો કોઈના માટે ચાહનાનો તો કોઈના માટે વાસનાનો કોઈના માટે ભાવના નો તો કોઈના માટે ફક્ત સંભાવનાનો કોઈના માટે સુરત નો તો કોઈના માટે સીરત નો કોઈના માટે દિલ નો તો કોઈના માટે ડીલ નો તું બહુ અઘરો સવાલ છે -દેવમ સંઘવી "તત્ત્વમ્"