મિત્રો

જિંદગી નો જે દી અમે મિત્રો સાથે ગાળ્યો'તો
એ દી અમે જખમ ને જીવતો બાળ્યો'તો

એક વાર થયું કે ચલો મૌન અજમાવીએ
તો અમે મૌન માં પણ ઘોંઘાટ મચાયો'તો

હાથે કરીને અમે પગે કુલ્હાડો માર્યો'તો
દુખતી રગ નો રસ્તો અમે એમને દેખાડ્યો'તો

બંસી બટુક ને બેટરી ની આદત પડી છે હવે
છેલ્લે તને ક્યારે નામ થી પુકાર્યો'તો?

જ્યારે પણ કોઈ મિત્ર હૂંફ શોધતો આવ્યો'તો
અમે એને ખાબડ માં સાગર ભરીને આપ્યો'તો

અરે યાર તું મારે લમણે જ કેમ લખાયો'તો
એમ કહીને મેં હર પળ તને જ સાંભર્યો તો

જે રાતે અમે દોસ્તોનો ડાયરો જમાયો ને સાહેબ
એ રાતે અમે સમય ને પણ હંફાયો'તો.

-દેવમ સંઘવી "તત્ત્વમ્"

Leave a comment