વેચી નાખ્યા

ચોમાસું વરસી એવું ગયું
કે વ્યોમે વાદળ વેચી નાખ્યા

પશ્ચિમ થી એક વાયરો વાયો
કે નિજ સંસ્કારો વેચી નાખ્યા

દિલમાં શોધ્યા ને ના મળ્યા
તો પથ્થર માં પ્રભુ વેચી નાખ્યા

સંપત્તિના સરતાજ થવું છે
જાત ને જગ માં વેચી નાખ્યા

ધ્રુસકે ધ્રુસકે દીકરી વળાવી
બાપે અશ્રુ વેચી નાખ્યા

"બા" નું તેરમું પત્યું નથી કે
છીંકણી ડાબલા વેચી નાખ્યા

ઈચ્છાઓ બધી પુરી થઈ
ખરતા તારા વેચી નાખ્યા

ગમતા ચહેરાની ના સાંભળી
મ્લાન ગુલાબો વેચી નાખ્યા

"ચા" પીવાની ના કહો છો?
લો "ચા" ના ચસકારા વેચી નાખ્યા

-દેવમ સંઘવી "તત્ત્વમ્"

Leave a comment