એક ગઝલ

શ્વાસ નવા તું ભરજે
ભીંતર જઇને ફરજે

ક્રોધાગ્નિ જો બાળે
ઝાકળથી તું ઠરજે

મનગમતું જોવું છે?
નજરો સારી કરજે

માણસ એવા મળશે
જળ વિના જે ગરજે

જો ઘેરાય તું જગથી
અંતરધ્યાન તું ધરજે

ખૂબ પછી મઘમઘવા
પૂર્વે પૂરો ખરજે

છોને કદ હો ટૂંકું
ભવસાગરને તરજે.

-દેવમ સંઘવી "તત્ત્વમ્"

Leave a comment