કમાલ કરો છો ..પપ્પા

કમાલ કરો છો,"પપ્પા" તમે સૌનો ખ્યાલ કરો છો,

તમારી વાતો થી આખા ઘર ને ખુશહાલ કરો છો. 
પપ્પા કે ડેડી સાંભળતા જ જીવન કુરબાન કરો છો,
કમાલ કરો છો,"પપ્પા" તમે સૌનો ખ્યાલ કરો છો. 

માર્ક ઓછા આવે તો ના કોઈ સવાલ કરો છો,
પ્રેમ થી સમજાવીને મને વ્હાલ કરો છો.
કમાલ કરો છો...

ભલેને જવાબદારી નો બોજ લઇને ફરો,
પણ ઘરમાં આવતા જ સ્માઈલ કરો છો.
કમાલ કરો છો...

તમને વિશ્વાસ એટલો અમારી ઉપર કે,
પૈસા ની બાબત માં ના કોઈ બબાલ કરો છો.
કમાલ કરો છો...

બહુ બધું શીખવાડો છો ને બહુ બધું શીખો છો,
સંસ્કાર અને જ્ઞાન નો તો ભંડાર કરો છો.
કમાલ કરો છો...

જાત થી વધારે મને એટલો પ્રેમ કરો છો,
કે એની મીઠાસ થી જ મને માલામાલ કરો છો.
કમાલ કરો છો…

મમ્મી કહે તારા પપ્પા જેવું કોઈ નહીં,
,ને તમે કહો તારી મમ્મી જેવું કોઈ નહીં,
બંને એકબીજાને અંદર અંદર જ ન્યાલ કરો છો.
કમાલ કરો છો…

ઉંમર પડતી મૂકી,મસ્તી તો મારા કરતાંય વધુ કરો છો,
ને મમ્મી વઢે તો ના સામે કોઈ સવાલ કરો છો
.કમાલ કરો છો…

સાચાને વ્હાલ ને ખોટા નો બૂરો હાલ કરો છો,
પોતાના વ્યક્તિત્વથી જ સૌને નિહાલ કરો છો.

કમાલ કરો છો,"પપ્પા" તમે સૌનો ખ્યાલ કરો છો. 

- દેવમ સંઘવી "તત્ત્વમ્"

Leave a comment