માનવી

નાહક ના પ્રશ્નો માં કેમ ઉલજ્યો છે?
રામ રહીમ જુદા કેમ સમજ્યો છે?

મંદિરે ગાય ને મસ્જિદે ડુક્કરને
ગોશ્ત ફેંકીને વિવાદ કેમ સર્જ્યો છે?

પેઢી દર પેઢીએ બદલો પાળીને
ખાઈ ચોડી કરવાને કેમ મચ્યો છે?

કેસરીને લીલોને વાદળી છેદીને
તિરંગાને ત્રણ માં કેમ વહેંચ્યો છે?

પ્રજાનો વિવાદ છે પ્રજા ઉકેલશે
વચ્ચે આડતિયો નેતા કેમ રાખ્યો છે?

-દેવમ સંઘવી "તત્ત્વમ્"

Leave a comment