સવાર સવારમાં

સવાર સવારમાં         બ્રશ લઈ ઘસ્યું
સૂરજ ઉઠ્યો             શાવર વરસ્યું
ચાંદ પોઢયો              પેપર સરકયું
ઝાકળ લપસ્યું          ગેસ સળગ્યો
કૂતરું ભસ્યું              દૂધ દજાયું
ઘડો છલકયો            ઓ..મા બોલાયું
ચાડીયો હસ્યો           ફાઇલ ખોવાઈ
પાન ખર્યું                  ઇન કરાયું
કૂકડો બોલ્યો            ટાઈ ટીંગાઈ
વડલો ડોલ્યો            લૉક વસાયું
કોયલ ટહુકી             વેઇટ કરાયું
ચકલી ચહકી           લિફ્ટ અટકાઈ
ભ્રમર ગણગણ         ઝડપ કરાઈ
ખેતર સળવળ          ટ્રાફિક વધ્યો
પવન દોડ્યો             તડકો ધગ્યો
કમાડ ખોલ્યો           બસ છૂટી ગઈ
કૂંપળ ફૂટી                ટ્રેન છૂટી ગઈ
ઊંઘ તૂટી                  હું ભાગ્યો
સ્વપ્ન છૂટ્યું              શ્વાસ હાંફયો
         .                   જરા થાક્યો
સ્વપ્ન છૂટ્યું              ઘડીક બેસ્યો
સઘળું છૂટ્યું             વિચાર આવ્યો
એલાર્મ વાગ્યો           સ્મરણ આવ્યું
નિ:શ્વાસ નાખ્યો        સુગંધ આવી
શહેર જાગ્યું             ને યાદ આવ્યું ગામ
જુઓ ભાગ્યું            મારું વ્હાલું ગામ.!

-દેવમ સંઘવી "તત્ત્વમ્"

Leave a comment