“ગુલમ્હોર”- છંદ મંદાક્રાંતા

એક નવતર પ્રયોગ
ગુજરાતી છંદ :- મંદક્રાન્તા
હું તો માણું કલબલ થતો વૃક્ષથી એકધારો,
ને હિંડોળે સહ ગતિ કરે “ચા” ભર્યો એક પ્યાલો,
આંખો બેઠી કુસુમ પર ત્યાં કેસરી ગુલમ્હોરે,
આ છેટેથી મુજ હૃદયના દર્દ સૌ વૃક્ષ ચોરે.
– દેવમ સંઘવી “તત્ત્વમ્”

Leave a comment