Haiku


સૂર્યને માત
દીવો બની અપાય
કહે હાઇકુ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


દુષ્ટના વેણ
સમુદ્રના કિનારે
પગલાં સમા
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


નિત્ય ભાસ્કર
ઊઠી આકાશે : ચોળે
જગને પીઠી
-દેવમ સંઘવી “તત્ત્વમ્


ઘેરાં વાદળ
વ્યોમ ઓઢાડે : પાડે
સૂરજ કાણાં
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


બંને વાસ્તવિકતા છે પરંતુ એક દ્રશ્ય ભવ્ય છે રમ્ય છે અને બીજું ક્ષુબ્ધ છે અને લોકોના મોઢે લુપ્ત છે


તણખો રોપ્યો
પલકારામાં ખાક
અરણ્યો લીલા
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


કવિ ખલીલ ધનતેજવીના એક લેખના શીર્ષક “ઘોર અંધારામા પ્રાપ્ત થયેલી આઝાદી હજી અજવાળા શોધે છે. ” પરથી


ઊગતો સૂર્ય
જગાડે ફૂંકી શંખ
માનવ પોઢે..!
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


ખોબા માં ખુશ
ને દરિયા માં દુઃખી
જુદી સૌ તૃપ્તિ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


મિલન માટે
તડફળતા પ્રેમી
મિલને મૌન
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


સંસાર પંક
રોજ ખૂંપે માનવ
સાધુ પંકજ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


આજના બાળકો માટે વિધ્યાપીઠ શબ્દનો અર્થ વિધ્યાને પીઠ પર લઈ જવું જ થઈ ગયો છે


એક પિરામિડ કાવ્ય


ઓષ્ઠે : હોઠ ,પીચ્છ : પીછું


જીજીવિષા : જીવન જીવવાની ઈચ્છા
દ્યુ : સ્વર્ગ
જો જીવન જીવવાની ઈચ્છા બીજાના ઉપકારની હશે તો ઈશ્વર જરૂર સ્વર્ગ દેશે


ફૂંકી સિગાર?
ભ્રમ છે,હકીકત
સિગારે ફૂંકયો
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


કેસરી હિંદુ
લીલો મુસલમાન
છેદયો તિરંગો
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


વિવિધતામાં
એક ભારત, ખુલ્યું
પૃથ્વીનું સ્વર્ગ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


ચહેરા જાતિ
ધર્મ જુદા,કર્તવ્ય
એક “ભારત”
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


એક તાનકા કાવ્ય
બંધારણ :- ૫-૭-૫-૭-૭
શીર્ષક :- શ્રાવણ


ઠાઠડી પાડી
ચઢ્યો સીડી બનાવી
તુચ્છ જિંદગી
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

Page 1

Leave a comment