
"હાઈકુ કાવ્ય" પશ્ચિમી હવા લપેટાયો યુવાન વસ્યો વિદેશ શૂન્ય થી શરૂ છોડી સૌ વ્યવસાય વસ્યો વિદેશ દીકરી લગ્ન પરદેશ, દીકરો વસ્યો વિદેશ સંસ્કાર સીંચે દેશ, ઋણ દહાડે વસ્યો વિદેશ બાપની મૂડી પુરી, કમાવા બેટો વસ્યો વિદેશ -દેવમ સંઘવી "તત્ત્વમ્"

શીર્ષક : વીર ઓઢી બખ્તર તિલક કરી ; વીર ચઢ્યો ધીંગાણે લડ્યો મેદાને સ્વરાજ હિત માટે પામ્યો વિજય ફર્યો છે પાછો પાદરે પાળિયો થૈ હંમેશ માટે જોઈ કફન વીરની સ્ત્રીને આજ ફૂટ્યું રૂદન ધણી ગુમાવી વીર માઁ ધરે ખાંડું સ્વ સપૂતને. -દેવમ સંઘવી "તત્ત્વમ્"

શીર્ષક : પર્યુષણ વિષયો છોડી વર્ધમાનને પંથે ક્ષમાનો પર્વ આબાલવૃદ્ધ સૌ છોડે રસેન્દ્રિય ક્ષમાનો પર્વ તન તપાવી મન શુદ્ધિ પમાય ક્ષમાનો પર્વ માનવફેરા મુક્તિ મેળવી મોક્ષ ક્ષમાનો પર્વ જિન નમીએ તપ દાન ને ભક્તિ ક્ષમાનો પર્વ ચિત્ત મનન કેવળજ્ઞાન પંથે ક્ષમાનો પર્વ લખચોરાશી મિચ્છામિ દુક્કડમ ક્ષમાનો પર્વ -દેવમ સંઘવી "તત્ત્વમ્"