
“ટીલીયો” નામના એક સિંહની વાર્તા પર આધારિત

ચાંદે ચમક્યું
ચપળ ચંદ્રયાન
ધન્ય વૈજ્ઞાની
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

વિનયભંગ : બળાત્કાર
એક હાઈકુ લેખક શ્રી ગુણવંત શાહની કૉલમ “વિચારોના વૃંદાવન” પરથી પ્રેરિત થઈને.
“સમાજ રોજ ગુપ્ત અગુપ્ત બળાત્કારો વેઠી લે છે મરાઠી ભાષાંમા બળાત્કાર માટેનો સુંદર શબ્દ છે : વિનયભંગ ,ગુજરાતીમાં આ શબ્દ પ્રચલિત કરવા જેવો છે “
-ગુણવંત શાહ

પક્ષી કૂજન
ગીચ કોંક્રીટ વને
દુર્લભ ક્ષણ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

સાગર તળે
આભ છતે “માનવી”
તિર્યંચ ભોગે?
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

લૉ :- જ્યોત
આગ બનો પણ એવી બનો કે મિત્ર અડે તો એને ઉપરની પીળી હૂંફ મળે અને શત્રુ ને અંદરની ભૂરી દાઝ લાગે, જેવા લોકો એવું પરિણામ.
અને જરૂર પડે દાવાનળ પણ બને અને ના હોય તો અંધારું પણ પડે

કરે કુકર્મ
જૂઠ ઠગ કતલ
મોત થી ડરે?
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

નૃ :- નર,પુરુષ
સ્ત્રીઓ પુરુષ કરતાં વધુ કેમ જીવે છે..?? ,કારણકે સ્ત્રી સમય આવે આંસુ સારે છે,તો પુરુષ ને શું નડે છે? સમાજ ની શરમ? કે કંઈ બીજું?

માણસ થઈ
માનસ નથી તારે
માણસ ખરો?
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

ઘોર અંધારે
ખેતર મહીં ફરે
વામન સૂર્યો
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

અશ્મ શોધવા
રત્ન ત્યાગ જરૂરી
કહે લાલચ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

કહેવાય ને આતંકવાદ?

કૂંચીઓ ત્રણ
સત્ય અહિંસા ક્ષમા
તાળાં અનેક
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

માટી નો ઢગલો
ઝવેર ગાડી બંગલો
માટી નો ઢગલો
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

ગુપ્ત કસ્તુરી
ખુદ પાસે “સુખ”ની
શોધ બહાર?
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

મળશે મુક્તિ
સ્વચ્છથી ના કે મેલી
અ-સ્વચ્છ ગંગા
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

गैरोने लूटा
अब हमें बनानी
सोन चिड़िया
-देवम संघवी “तत्त्वम्”

મોંઘા પડશે
શસ્ત્ર આ એક અણુ
તબાહ ઘણું.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

જપો એ મંત્ર,
અત્ર તત્ર સર્વત્ર;
સૌ સૌના મિત્ર.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

શ્યામ અછૂત
શ્વેત સ્વચ્છનો ભેદ
ખરો ન્યાય જી.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

આંસુ લૂછો તો,
સરનામું શોધતું,
સુખ આવશે.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”