
ચુંદડી છેડો,
આગળ લીધો,કાઢે
સસરા આંખ.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

ટેકનોલોજી;
બદ-દુઆ બંને જી;
સંભાળજો જી.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

ગુણ જ જોવે
મધુમખ્ખી ,ફૂલોની
ક્યાં જાત છે?
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

યંત્રમાનવ.
કોણ કોને વાપરે?
યંત્ર?માનવ?
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

એક એવું સ્મશાન રાખવું જોઈએ જ્યાં મનનો મેલ બાળી શકાય

કૂકડો બાંગે
ગામડે, શહેરમાં
મોટર શોર.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

ખુદા હાફિઝ
હું ; ભાઈજાન કહે
જય શ્રીરામ.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

ઉભી’તી દ્વારે,
વાટ જોઈ વીરની
કફન આવ્યું
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

ફુરસત છે,
ખુદા ને આજે ; એણે
તને બનાવી.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

કૃષ્ણ ને રાધા
બંને ચૂપ;વાંસળી
જ આખી રાત.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

ફૂલો ચડાવી,
પગ ધોઈને;તને
સ્વર્ગ કાં મળે?
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

દર્પણ મિટ્ટી,
માનવ મિટ્ટી; ફર્ક?
સત ને ભ્રમ.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

લઈ કટોરો
રાંક ઉભો,ભીતર
દૂધ વહાય.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”

ઓશિકું ભીનું,
ઘર સુનું; એકલી,
પડી ‘માઁ ‘ હવે.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”