Haiku

વરસાદી હાઈકુ

મેઘ ઓચિંતો
વર્ષે;નભ ને જોઈ
કૃષિક રડે.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


ખુશ કૃષિક
પશુ ખગ ને જખ
મેહુલ આવ્યો
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


ઉઠ્યો મંડૂક
નાચ્યો કલાપી,આવ્યો
અષાઢી મેઘ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


કડકી વીજ
આભ કાળું ,ભોંય
પુકારે મેઘ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


ચોમાસું અર્ધે
કૃષિક કાગડોળે
વાદળ લુપ્ત
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


ટોડે મોરલો
મેઘની હાઉકલી
ટહુકો ગળ્યો
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


Page 4

Leave a comment