
ગર્ભ માંથી જરા કાઢીને મને
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
હૃદય માં થોડો રાખી તો જો
અણુએ અણુએ વસુ છું તારા
ભીંતર તારી જરા ઝાંકી તો જો
નવરંગી બાગોથી છીનવાયો રંગ એક આજે
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
તમારા આશિકો ઢગલો કરે તમારા દરવાજે
કોઈને બારીથી તો કોઈને છતથી દર્શન દીધા
આવા પાખંડને પ્રેમનું નામ ? પ્રેમને ન સાજે

દુનિયા માં આજ સૌ મોઢે એ જ હૈસો હૈસો છે
પ્રીત-પ્રેમ તો સમજ્યા હવે,સુખ-સંપત્તિ-પૈસો છે?
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
કોઈ કહે અમને તો સજનની જરૂરિયાત છે
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
કોઈ કહે અમને તો વચનની જરૂરિયાત છે
આંખોથી સ્મિત દઈ એમણે કહી દીધું
કે અમને તો તમારા કવનની જરૂરિયાત છે

પહાડ સમુ એ પિયરયું ,ને સાગર સમુ એ સાસરિયું
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
સરિતા સમી એ દીકરી ,લઈ ચાલી ઘરનું આંગણિયું
ત્યાં સુધી નહીં ચાલે જિંદગી નું ગાડું
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
જ્યાં સુધી નહીં આવે તકલીફો નું ધાડું
ના રાખશો કોઈની પર ભરોસો
કોઈ નહીં કહે “લાવ, તને ઉગારું”
સમેટી રાખ્યો છે ધર્મ આજે, મંદિર ના પ્રાંગણ સુધી,
ખરા આસ્તિક છો તો લાવો, આતમ ના આંગણ સુધી.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”