Shayari


કોઈ રૂપાળું સામે આવી મઘમઘયું’તું? યાદ કર,
ભીંતર મહીં રાચરચીલું સળવળ્યું’તું ? યાદ કર,
પણ એક વાત તું પૂછી લેજે દિલ ને દોસ્ત,
ક્યાંય જરા તારું ઈમાન ડગમગ્યું’તું ? યાદ કર.

-દેવમ સંઘવી “તત્ત્વમ્”

વનવગડાઓ બાળી બાળી ડગલે પગલે શહેર કરો છો,
પ્રકૃતિ માં રહેવું ને વળી પ્રકૃતિ પર કહેર કરો છો..!!

-દેવમ સંઘવી “તત્ત્વમ્”


એક હતું ગામડું ને આજુબાજુ વન,
બીજું બન્યું શહેર વચ્ચે નાનું ઉપવન.

-દેવમ સંઘવી “તત્ત્વમ્”

બહુ નથી જોઈતા વૃક્ષ, ખાલી એટલા જ બચાવો,
કે એની ખુદની ઠાઠડી, તમે એનાથી જ બનાવો.

-દેવમ સંઘવી “તત્ત્વમ્”


ક્યાંક ચાદર ક્યાંક કેન્ડલ તો ક્યાંક ચૂંદડી ચડાવી એણે,
ને પછી બેઠો ઈશને ભરોસે પણ જાત ના બાળી એણે.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


લાગણીઓ ના ખડીયા માં બોળી અમે એક કલમ,
ને મન ભરીને મનના ઘાવ પર લગાડ્યો અમે મલમ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”



आशिकों की बस्ती में गुनहगार बन जाना चाहता हूँ,
फिर उम्र भर तेरी नजरों में कैद हो जाना चाहता हूँ।

-देवम संघवी “तत्त्वम्”

જીવને જીવની સલાહ

Page 2