
દરેકે પોતાની જિંદગી નોખી રીતે જીવી છે,
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
કોઈ છબછબી ગયું તો,કોઈએ ઊંડી ડૂબકી લીધી છે.
કેટલાક શબ્દો મોઢા ના એવા મોળ બની જાય છે
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
જેને ના થુંકાય છે ના ગળાય છે,બસ કલમ થી જ ઉતારાય છે

દિલ ના દાખલાઓ માં લાગણીઓથી નાના હશો તો તમારા ઉમેરાવાથી કે બાદ થવાથી કોઈ ફરક નહીં પડે પણ લાગણીઓમાં મોટા હશો તો તમારા બાદ થવાથી કસર પુરવા “દશકો” ઉધાર લેવો પડશે અને ઉમેરાશો તો સંબંધ ને ભેટ રૂપે “વદ્દી” મળશે.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
" અમુક વાર લાગણીઓ એટલી હલકી હોય છે કે એ ઉપર ઉઠી કાળા વાદળ બને છે અને વરસે છે ને એમાં અમુક વાર તમારે જ તણાવું પડે છે " -દેવમ સંઘવી "તત્ત્વમ્"

જ્યારે પણ જિંદગીથી હારી જાવ
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
દિલને બસ એક જ વાત સમજાવ
“ચાલ, જાતને ફરી અજમાવ.
નવી ગિલ્લી, નવો દાવ ! “
દરિયા ના મોજા એ કોરા સાહિલ ને પૂછ્યું
ખળખળતા પાણી એ કાગજ ની કસ્તી ને પૂછ્યું
ઝાકળ ની બુંદ એ લજામણીના પાન ને પૂછ્યું
ઝરમર વરસાદે ખીલેલા મોરપંખ ને પૂછ્યું
શાવર ના પાણી એ એની મુલાયમ ઝુલ્ફો ને પૂછ્યું
ભીંજાવું છે?
-દેવમ સંઘવી "તત્ત્વમ્"

યુવાવસ્થા: એક એવી અવસ્થા
જ્યારે સૌથી મોટી ખુશી કોઈની “હા”
અને સૌથી મોટો ડર કોઈની “ના” હોય છે
-દેવમ સંઘવી “તત્ત્વમ્”
આજે માનવ એટલો આગળ છે કે ગરીબી નો પણ ધંધો થાય છે, ધર્મ ના નામે રાજનીતિ થાય છે, લાગણીઓ નો સટ્ટો ખેલાય છે ને, માનવ જ માનવને દાવ પર લગાડે છે ને જીતે કોણ? પૈસો
